ભારતમાં સાયબર ક્રાઈમ કરનારાઓ દ્વારા નીતનવા કિમિયાઓથી સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યા હોય, નવી નવી યુકિતઓ અજમાવીને આવા ફ્રોડ આચરવાના બનાવો વધતા જતાં જોવા મળે છે. હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લગ્નની કંકોત્રી મોકલી તેમાં મેસેજ ખોલવા માટે લીન્ક મોકલી લીન્ક ખોલતા જ વિવિધ ડોકયુમેન્ટની મંજૂરી માટે પરમિશન માંગી, જેવી આ મંજૂરી અપાય એટલે તમામ ડેટા હેક કરવા તથા જાણીને ઉપયોગ કરવા તથા છેતરપિંડીના કૃત્ય શરૂ થઈ ગયા છે.
– અજાણ્યા નંબર પરથી લીન્ક ન ખોલવા તંત્રની અપીલ –
હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં કેટલાક દિવસોથી યુવતીના અવાજમાં રેકોર્ડ કરાયેલા મેસેજમાં મોબાઈલ નંબરની સેવાઓ અપડેટ કરવા માટેનો સંદેશ તથા તેમાં ચોક્કસ નંબર દબાવો કહીને ડેટા હેક કરવાનો પ્રયત્ન થતાં હોય, 88 પ્લસ નંબર પરથી આવતા આંતરરાષ્ટ્રીય કોલ પરથી રેકોર્ડેડ મેસેજ જે સામાન્ય રીતે મોબાઈલ કંપનીના હેલ્પ લાઈન નંબરો પરથી આવતા હોય, તેવા ઈન્ટરનેશનલ કોલ જેમાં 88 નંબરથી કે 92 નંબરથી ચાલુ થતા હોવાથી આવા નંબરો પરથી ફોન આવે ત્યારે રેકોર્ડેડ મેસેજ પ્રમાણે અમલ ન કરવા તંત્ર દ્વારા જણાવાયું છે. આ સાથે આ બાબતે સાયબર સેલ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.
– દ્વારકાના શખ્સ સાથે સાયબર ફ્રોડ અંગે ફરીયાદ –
દ્વારકાનો એક આસામી તાજેતરમાં આ પ્રકારે સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો. તેમના મોબાઈલમાં આવેલી એક લીન્કને ઓપન કરાયા બાદ એકથી વધુ વખત તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. આથી આ અંગે અહીંનાસાયબર ક્રાઈમ વિભાગમાં ફરીયાદ નોંધાવાઈ છે.