રાજકોટના અટલ સરોવરની મુલાકાત લેતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ; સાધન-સુવિધાઓ અને જળસંચય-સ્ત્રોત અંગે માહિતી  મેળવી જરૂરી સૂચનો કર્યા

0

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં.

રાજકોટના પર્યટન સ્થળ સમા સ્માર્ટ સિટીના ભાગ એવા અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.  સાથોસાથ રૈયા વિસ્તારના ગંદા પાણીને ટ્રીટેડ વોટર પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરી આ પાણી અટલ સરોવરના બગીચામાં ફૂલ- ઝાડને આપવામાં આવે છે, જે અંગેની વિગતો ડે. મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, દંડક શ્રી મનીષભાઈ રાડ્યા, નાયબ કમિશનર શ્રી સી.કે.નંદાણીએ પૂરી પાડી હતી.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ સરોવરના વિસ્તાર, નિર્માણ તેમજ પાણીની પૂર્તતા માટે વ્યવસ્થાપન અંગે માહિતી મેળવી હતી. વિશેષમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ અટલ સરોવર ખાતે ઉપલબ્ધ પાર્ટી લોન, કાફેટેરીયા, કિડ્સ પ્લે એરિયા, ગાર્ડનની મુલાકાત લઈ અહીં ચાલતી વિવિધ પ્રવૃતિથી માહિતગાર થયા હતાં, તેમજ સરોવર ખાતે સુરક્ષાર્થે કાર્યરત સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની પણ મંત્રીશ્રી અને મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.

error: Content is protected !!