કેશોદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ ૨૪-૧૧-૨૦૨૪ ના રોજ માતૃ સંમેલનનું આયોજન થયું હતું. પ્રમુખસ્વામી મહરાજ હંમેશા કહેતા સંતાનના ઘડતરમાં માતાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.ગર્ભવતી માતાના આહાર, વિહાર અને વિચારમાં સંયમ હોય તો જ શ્રેષ્ઠ સંતાન જન્મે છે. એક માતા તરીકે સંતાનની દરેક જરૂરીયાત પુરી કરીએ, મનપસંદ વસ્તુઓ પુરી પાડીયે છીયે પરંતુ આ મમતા ક્યાંક મહાવિનાશ તો નથી નોતરી રહી ને ? આપણા માતૃત્વ માં ક્યાંય ખોટ તો નથી રહી જતી ને ? આ તમામ પ્રશ્નોનું સમાધાન વિવિધ પ્રવચનો, વીડિયો, પીપીટી ના માધ્યમ દ્વારા માતૃત્વને સાર્થક તેમજ આદર્શ માતા કઈ રીતે બનવું તે માટે બાલિકા પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા આયોજિત આ સંમેલનમાં કેશોદ બાલિકા મંડળના તમામ કાર્યકરો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા મંડળના કાર્યકરો તેમજ મહિલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.