ભાણવડના રૂપામોરા ગામે ઘરમાં ઘૂસેલા બાળ મગરનું રેસક્યુ કરાયું

0

એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા કરાયું સંયુક્ત ઓપરેશન

ભાણવડ નજીકના રૂપામોરા ગામે શનિવારે રાત્રીના સમયે એક ઘરના અગાસીની સીડીના ભાગે એક મગરનું બે ફૂટ નાનું બચ્ચું આવી જતા તે જાેઈને મકાન માલિક ખૂબ અચંબિત થઈ ગયા હોય. ત્યારે તેઓએ ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તેઓ તુરંત આ સ્થળે દોડી ગયા હતા. અહીં એનિમલ લવર્સના રેસક્યુઅર અને વન વિભાગના કર્મચારીઓ પહોંચી જઈ આ બાળ મગરનું રેસક્યુ કરાયું હતું. બાદમાં આ બાળ મગરને બરડા સ્થિત રાણાસર તળાવ ખાતે રીલિઝ કરી એક અબોલ જીવનો જીવ બચાવી માનવતાવાદી કાર્ય કરાયું હતું. આ સેવા કાર્યમાં એનિમલ લવર્સ ગ્રુપનાં રેસક્યુઅર અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, હરસુરભાઈ ગઢવી, નિમિષ અને વન વિભાગના મુકુંદભાઈ સોઢા, અરજણભાઈ કરીર જાેડાયા હતા. આ કામગીરી દરમ્યાન સ્થળ ઉપર રેસક્યુ જાેવા ઉભેલા હાજર સ્થાનિકોને આવા દરેક સરીસૃપ જીવો આપના દુશ્મન નહિ, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગી છે, જેથી એને ક્યારેય મારવા નહિ તેમજ આજુ- બાજુમાં જાેવા મળે તો વન વિભાગ કે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરવા અપીલ પણ કરાઇ હતી.

error: Content is protected !!