પોરબંદર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જાહેર જનતા/વ્યક્તિઓના ગુમ થયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્ચની મદદથી ગુમ થયેલા કુલ પાંચ મોબાઈલ ફોન શોધી કાઢી ઉદ્યોગ નગર પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત મુળ માલિકને પરત કરી પ્રસંશનીય કામગીરી કરી છે. ગુજરાત રાજ્યના ડી. જી. પી.ના “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં જાહેર જનતાના મોબાઈલ ફોન ગુમ થવાના કે ચોરી થયેલ અથવા પાડી જવાનાં,ખોવાય જવાનાં બનવો વધુ બનતા હોય છે જે અંગેની જરૂરી કાર્યવાહી કરી મુળ માલિકને ખોવાયેલ વસ્તુ પરત અપાવવા બાબતે સૂચના થઈ આવેલ હોય જે સૂચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધીક્ષક ઋતુ રાબાના ઓનાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના કરેલ. જે સૂચના અનુસંધાને ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ સ્પેક્ટર આર. એમ. રાઠોડનાઓ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા મોબાઈલ ફોન શોધી કાઢવા ટીમો બનાવી ટેક્નિકલ સોર્સના આધારે સી.ઈ.આઈ. આર. વેબસાઈટની મદદથી ટ્રેકિંગમાં મૂકી સી.ઈ.આઈ. આર. પોર્ટલમાં સતત મોનીટરિંગકરી ગુમ થયેલ મોબાઈલ ફોનો ટ્રેસ કરી શોધી કાઢવામાં આવેલ. જેમાં બોટાદના અર્પિત ગોવિંદભાઈ ગાબાણીનો રૂા.૨૯,૯૯૯ની કિંમતનો ર્ॅॅર્ કંપનીનો મોબાઈલ, ધરમપુર મેડિકલ પાછળ પોરબંદરવાળા મહંમદ સુદામ હુસેન નો રૂા.૨૧,૦૦૦ ની કિંમતનો ઇીટ્ઠઙ્મદ્બી કંપનીનો મોબાઈલ, સાંદિપની પાસે રાંઘાવાવ પોરબંદર વાળા હીરાભાઈ જગાભાઈ કોડીયાતરનો રૂા.૨૦,૯૯૯ની કિંમતનો દૃૈર્દૃ કંપનીનો મોબાઈલ, સત્સંગ ચોક છાયા પોરબંદર વાળા ગોપાલ ગિરધરભાઈ થાનકીનો રૂા.૧૧,૪૯૯ની કિંમતનો ઇીટ્ઠઙ્મદ્બી કંપનીનો મોબાઈલ અને બોખીરા વાછરા ડાડાના મંદિરની સામે પોરબંદરવાળા જીવાભાઈ લખાભાઇ પરમારનો રૂા.૭,૯૯૯ની કિંમતનો દૃૈર્દૃ કંપનીનો મોબાઈલ મળી કુલ પાંચ મોબાઈલ ફોન જેની કિંમત રૂા.૯૧, ૪૯૬ કિંમતના મોબાઈલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” અભિગમ કાર્યક્રમ અંતર્ગત મુળ માલિકોને ગુમ મોબાઈલ ફોનો ઉદ્યોગ નગર પોલીસે પરત કરી સરાહનીય કામગીરી કરેલ છે. આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓમાં ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. રાઠોડ, હેડ કોસ્ટેબલ પી.ડી. સરવૈયા, ૈંષ્ઠષ્ઠરટ્ઠ કોસ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરુભા તથા સચિન ભીખાભાઈ દ્વારા કરવામાં આવેલ છે.