ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલ મેનેજડ બાય પ્રયાગ વિધા સંકુલ જૂનાગઢ દ્વારા તા.૧-૧૨-૨૦૨૪ના રોજ સંસ્થાના ટ્રસ્ટીઓ શાળાના તમામ કર્મચારીઓ, વાલીઓની અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પ્લેહાઉસ અને ધોરણ ૧ થી ૮ વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રમાં પરીક્ષામાં ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરેલ તેઓને પ્રોત્સાહીત કરવા તેમજ અન્ય વિધાર્થીઓને પ્રેરણા મળે અને અભ્યાસમાં રૂચિ કેળવાય તે હેતુથી સંસ્થાના પ્રમુખ બુટાણીસર ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, અજુડીયાસર વઘાસીયા, મરસર, રવિસર, ડોબરીયાસર, કિશનસર તેમજ શાળાના શિક્ષકોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ જે.વી. બુટાણી, અજુડીયાસર અને પ્રિન્સિપાલ ઠુંમરસર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં મૂલ્યનિષ્ટ શિક્ષણનું મહત્વ અંગેનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ ચંદ્રેશ સર દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના તમામ સ્ટાફના સહકાર કરવામાં આવેલ હતો.