જૂનાગઢમાં પેટ્રોલ પંપની રૂા.૩૦.૪૭ લાખની ઉચાપત પ્રકરણમાં મેનેજરને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર એલસીબી ઓફિસની સામે આવેલ કિરીટ ફ્યુલ્સ પેટ્રોલ પંપનાં મેનેજર રિઝવાન ઓસમાણ કુરેશી સામે થયેલી રૂપિયા ૩૦.૪૭ લાખની ઉચાપતની ફરિયાદમાં પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મેનેજરે તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ થી તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા બતાવી વેચાણમાં તફાવત ઉભો કર્યો હતો. તેમજ અને ખોટા હિસાબો ઉભા કરી પેટ્રોલ પંપના રૂપિયા ૩૫,૫૨,૦૩૭ પોતાના વપરાશ માટે લઈ ઉચાપત કરી હતી. ઉચાપત પકડાતા તેમાંથી રૂપિયા ૫,૦૪,૫૦૦ ચુકવી આપી બાકીની રૂપિયા ૩૦,૪૭,૫૩૭ની ઉચાપત કર્યાની ફરિયાદ પેટ્રોલ પંપ માલિક વિરમભાઈ નંદાણીયાએ નોંધાવતાની સાથે જ બી- ડિવિઝન પીએસઆઇ એચ. ડી. પરમારે મેનેજરની ધરપકડ કરી હતી. અને રવિવારે ૭ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા હતા. જેના પગલે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે તપાસનીશ પીએસઆઈ એચ.ડી. પરમાર પેટ્રોલ પંપનાં રૂપિયા ૩૦,૪૭,૫૩૭ની ઉચાપતના ગુનામાં આરોપી મેનેજર રિઝવાન ઓસમાણ કુરેશીની ધરપકડ બાદ તેને સોમવાર સાંજ સુધીના રિમાન્ડ ઉપર મેળવવામાં આવેલ છે. હાલ જુદા જુદા એન્ગલથી પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ આરોપી પોતાના વપરાશ માટે પેટ્રોલ પંપમાંથી ઉચાપત કર્યાનું રટણ કરી રહ્યો છે.

error: Content is protected !!