જૂનાગઢ સહિત સોરઠમાં ફુલ ગુલાબી ઠંડી : જનજીવન પ્રભાવિત

0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં શિયાળીની ફુલ ગુલાબી ઠંડી શરૂ થઈ ચુકી છે અને જેને લઈને જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો પારો ચડઉતર રહેવા પામ્યો હતો. ૨૪ કલાકમાં ૧.૧ ડિગ્રી ઠંડી વધતા ભવનાથમાં તાપમાન ૯.૫ ડિગ્રી અને જૂનાગઢમાં ૧૨.૫ ડિગ્રી નોંધાયું હતું. જેની સાથે ૪.૭ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી હવામાન વિભાગમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢમાં શનિવારની સવારે લઘુતમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયા બાદ રાત્રિનું તાપમાન ઘટીને ૧૭.૮ ડિગ્રી થઈ જતાં રાત્રે જ ઠંડી વધતા રવિવારની સવારે જૂનાગઢમાં લઘુતમ તાપમાન ૧.૧ ડિગ્રી ઘટીને ૧૨.૫ ડિગ્રી થઈ જતાં સમગ્ર શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ૭૪ ટકા ભેજ સાથે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું. ભવનાથમાં પારો ગગડીને ૯.૫ ડીગ્રીએ પહોંચી જતા તળેટીમાં વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાઈ હતી. જ્યારે બપોરે શનિવારની સરખામણીએ મહતમ તાપમાન પણ ઘટીને ૨૮ ટકા ભેજ વચ્ચે ૨૯ ડિગ્રી થઈ જતાં દિવસભર વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. બીજી તરફ ૨૪ કલાકમાં પવનની ઝડપ ૧.૪ કિમીની ઝડપે વધીને રવિવારે ૪.૭ કિલોમીટરની ઝડપે ફૂંકાતા ઠંડીની અસર બેવડાઈ હતી. અત્રે ઉલેખનીય છે કે, જૂનાગઢ શહેર કરતા ભવનાથ વિસ્તારમાં જંગલ વિસ્તાર હોવાથી ઠંડીનુ પ્રમાણ વધારે અનુભવાય છે.

error: Content is protected !!