ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતા ભાનુબેન જીવાભાઈનું તાજેતરમાં અવસાન થવા પામ્યું હતું. થોડા સમય પૂર્વે વિવિધ માંગણીઓ સાથે પાલિકાના સફાઈ કામદારો દ્વારા કરવામાં આવેલી હડતાલમાં નક્કી થયા મુજબની શરતો અન્વયે સ્વ. ભાનુબેનના વારસદાર પુત્ર રવિન્દ્રને નગરપાલિકા દ્વારા રૂપિયા ૫૧,૦૦૦ ની આર્થિક સહાયનો ચેક પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેનની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જે બદલ સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્ર રમેશ વાઘેલા તથા સફાઈ કામદાર આગેવાનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન વિગેરેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.