બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસ ત્રાટકી : વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો ઝબ્બે

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના ર્નિજન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ઉપર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારની વધુ એક કાર્યવાહીમાં ગઈકાલે ગુરૂવારે ભાણવડ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર વ્યાપક દરોડાઓ પાડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. કે.કે. મારૂ તેમજ તેમની ટીમ દ્વારા ગુરુવારે બરડા ડુંગર વિસ્તારમાં આ પ્રકારના દારૂ સંદર્ભેનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સર્વેલન્સ સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસ મથકના કેશુરભાઈ ભાટિયા તેમજ જેસાભાઈ બેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા ભરત પાંચા શામળા અને ભુદા રાજા મોરી (રહે. ધ્રામણીનેસ) નામના બે શખ્સો દ્વારા ધ્રામણીનેસ વિસ્તારમાં પાણીના વહેણના વોંકડા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચલાવતા પોલીસે આ સ્થળે કડક કાર્યવાહી કરી હતી. જેમાં કુલ ૩,૬૦૦ લીટર આથો, એમાં ૪૦ લીટર દારૂ સહિતનો રૂપિયા ૯૮,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી, ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. દરોડા દરમ્યાન બંને શખ્સો ફરાર જાહેર થયા છે. જેથી પોલીસે બંનેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

error: Content is protected !!