મોટી સંખ્યામાં આગેવાનો સેવાભાવીઓની ઉપસ્થિતિ
ખંભાળિયામાં જાયન્ટસ ગ્રુપ દ્વારા તાજેતરમાં અત્રે બંગલાવાડી વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા હોમ ગાર્ડઝ તેમજ હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા દ્વારકા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંદીપભાઈ ખેતિયાના યુવાન પુત્ર કેશવ ખેતીયાની પૂર્ણ સ્મૃતિમાં સતત સાત દિવસ સુધી ભાગવત સપ્તાહ ની સાથે સમાજ ઉપયોગી કાર્યો પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંદીપ ખેતિયાના માર્ગદર્શન હેઠળ “બેટી બચાવો, બેટી પઢાવો” કેન્સર અવેરનેસ તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. જાગૃતીબેન જાદવ, ડો. ભરતભાઈ જાદવ, બાળ રોગ નિષ્ણાંત ડો. સુનિલભાઈ ઠક્કર અને ડો. મીનલબેન ઠક્કર, ડો. નિરવભાઈ રાયમગીયાના નેત્ર ચેકઅપનો કેમ્પ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના જુદા જુદા કેમ્પમાં સેવા કાર્યો કરાયા હતા. આ પછી એવોર્ડ વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ કેમ્પ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવી જેવા જુદા જુદા સમાજ ઉપયોગી પ્રોજેક્ટના આયોજનો થયા હતા. આમ સતત સાત દિવસના જુદા જુદા પ્રોજેક્ટોમાં ગુજરાત રાજ્યના માજી મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તેમજ રાજકોટ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી રાધા રમણદાસજી, જિલ્લા પંચાયતના સદસ્ય એભાભાઈ કરમુર વિગેરે સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોમ ગાર્ડઝના પૂર્વ તાલુકા ઓફિસર કમાન્ડિંગ મલકાન, ફિરોજભાઈ બલોચ, જીગ્નેશ પંડ્યા, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સાથે જિલ્લાભરના તમામ કમાન્ડિંગ ઓફિસરો દ્વારકાના ચેતનભાઈ, ભાણવડના નવલસિંહ, વાડીનારના ધનસિંગ, ખંભાળિયાના કિશનભાઈ, મીઠાપુરના માણેકભાઈ વિગેરે કમાન્ડિંગ ઓફિસરોએ હાજરી આપી હતી. સાત દિવસના આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે જાયટન્સ ગ્રુપના હોદ્દેદારો પ્રમુખ હેલીબેન ખેતિયા, દિલીપભાઈ વ્યાસ, રવિભાઈ દવે, ઈલાબેન વાઢેર, બિનલબેન જાેશી, સ્કાઉટ એન્ડ ગાઈડના રામદેભાઈ જાેગલ વિગેરેએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.