દ્વારકાના રૂપેણ બંદર ખાતે માચ્છીમારીનો વ્યવસાય કરનારા માચ્છીમારો પૈકીના પટેલીયા અને ભેંસલીયા પરિવારો વચ્ચે હોડીના પાર્કિંગ કરવા બાબતે બબાલ થતાં જાેતજાેતામાં વિવાદે ગંભીર રૂપ ધારણ કરતાં માથાકુટ જૂથ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં બંને તરફથી ર૬ જેટલા શખ્સોને ઈજાઓ પહોંચી હતી જેમને દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બેથી વધુ વ્યકિતની ઈજા વધુ ગંભીર હોય જામનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.