યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશજગત મંદિરમાં સેવા, પૂજા, યજમાનવૃત્તિ કરનાર દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિની દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટદાર અધિકારી હિમાંશુ ચૌહાણ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આ તકે જ્ઞાતિ કાર્યકારી પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, મંત્રી કપિલભાઈ વાયડા, કારોબારી સદસ્ય જીતેશભાઈ ઠાકર, મધ્યસ્થ સભા સદસ્ય ભાર્ગવભાઈ ભટ્ટ, હેમલભાઈ દવે, જયદીપભાઇ પુજારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિ પ્રમુખ દ્વારા અધિકારીનો સત્કાર કરી જગત મંદિર સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.