રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો

0

‘મેન્ટર પ્રોજેક્ટ’ અંતર્ગત હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ કરવામાં આવશે : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય

સામાન્ય રીતે વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા મિલકત વિરૂદ્ધના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ વારંવાર એક જ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચરતા હોય છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર ગુજરાતમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા મિલકત વિરૂદ્ધના ગુનાઓ તથા નાર્કોટિક્સ દ્ગડ્ઢઁજી એક્ટના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે ‘મેન્ટર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે ૨૨ ટકાનો ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ ૬૫૦૦ રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ સુચના આપી છે. મિલકત વિરૂધ્ધ તેમજ નાર્કોટીકસના આરોપીઓની માનસિકતા હોય છે કે, ફરીથી એજ પ્રકારનો ગુનો કરવો અને આવી ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખવી. આવા મિલકત વિરૂધ્ધ અને નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ ન રહે તે માટે ગુજરાત પોલીસ દ્રારા મેન્ટર પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં બે અથવા બેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને એક અથવા એકથી વધુ નાર્કોટીકસ (એન.ડી.પી.એસ)ના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ કરી આવા રીઢા આરોપીઓને લીસ્ટ આઉટ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ લીસ્ટેડ આરોપીઓ જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આ મેન્ટર પ્રોજેકટના અમલીકરણ માટે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એક આરોપી ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને મેન્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. મેન્ટર તરીકે નિમણૂક પામેલા પોલીસ કર્મચારીની ત્રણ મુખ્ય જવાબદારી છે. (૧) મેન્ટરને સોંપવામાં આવેલો આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે માટે જરૂરી સર્વેલન્સ રાખવું અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત ટેકનોલોજીના ઉપયોગથી એમનું લોકેશન કયાં છે તે જાણી લેવું. (૨) આરોપીઓનું સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરવું. (૩) આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જાેડાય તે બાબતે પ્રયત્નો કરવા. રાજ્યમાં અત્યાર સુધી આશરે ૬૫૦૦ જેટલા આરોપીઓનો આ મેન્ટર પ્રોજેકટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તા. ૨૮/૧૧/૨૦૨૪ થી તા. ૦૫/૧૨/૨૦૨૪ દરમિયાન આ મેન્ટર પ્રોજેકટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સ માટે દરેક જીલ્લાઓમાં તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પોલીસ ભવન ખાતેથી તૈયાર કરવામાં આવેલા એક પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજ્યના તમામ મેન્ટર્સને આ તાલીમ શિબીરમાં માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. જેથી આ મેન્ટર પ્રોજેકટને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકાય. મેન્ટર પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ થકી ભવિષ્યમાં ગુજરાત પોલીસને મિલકત વિરૂધ્ધના ગુનાઓ તથા નાર્કોટીકસના ગુનાઓ અટકાવવા માટે વધુ સફળતા મળશે.

error: Content is protected !!