જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ફરાર અરોપીને ઝડપી લીધો

0

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામેના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લો સ્કવોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લોકલ ક્રાઈમ બ્રાચના પો.ઈન્સ જે.જે.પટેલના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ વાય.પી.હડિયા તથા એ.એસ.આઈ ઉમેશચંદ્ર વેગડા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા પ્રવિણસિંહ મોરીએ રીતેનાઓની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા. દરમ્યાન એ.એસ.આઈ ઉમેશચંદ્ર એમ.વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા તથા પો.કોન્સ પ્રવિણસિંહ મોરીનાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફ.-૭૫/૨૦૧૮ આઇ.પી.સી કલમ ૩૦૭,૧૨૦(બી),૪૫૨,૫૦૬(૨) મુજબના ગુન્હાના કામનો કેદી હનીફ ઉર્ફે બાટલી નુરમહમદ બીનહુશેની આરબ ઉવ આશરે ૪૧ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે, જૂનાગઢ સુખનાથ ચોક જમાલવાડી બે પીરની દર્ગાહ પાસે વાળાને દસ વર્ષની સજા ઉપરોક્ત ગુન્હાના કામે પડેલ હોય અને અને છેલ્લા ત્રણેક માસથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ હોય જે મજકુર કેદી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે હાલ મુંબઈથી ટ્રકમાં આવે છે. તેવી હકિકત મળતા તે હકિકત આધારે તારાપુર-બગોદરા હાઇવે ઉપર વોચ ગોઠવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા વોચ તપાસમાં રહેતાં મજકુર આરોપી તારાપુર-બગોદરા હાઇવે ઉપર એક ટ્રકમાંથી મળી આવેલ હોય તેનું નામ ઠામ પુછતા પોતાનું નામ હનીફ ઉર્ફે બાટલી નુરમહમદ બીનહુશેની આરબ ઉવ આશરે ૪૧ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે, જૂનાગઢ સુખનાથ ચોક જમાલવાડી બે પીરની દર્ગાહ પાસે વાળો બતાવતો હોય જે મજકુર આરોપી રાજકોટ સેન્ટ્રલ જેલનો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ સેન્ટ્રલ જેલને સોપવામાં આવેલ છે.

error: Content is protected !!