રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા તોતિંગ ભાવ વધારાને લઈ બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જાેવા મળી રહી છે. જેને લઇ જૂનાગઢ બિલ્ડર એસોસિએશન સિવિલ એન્જિનિયર એસોસીએશન, તેમજ જૂનાગઢ પ્રોપર્ટી કન્સલન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપતું સેકટર છે જેની સાથે જૂનાગઢની ૨૮૦ થી વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ નભી રહી છે. તેમજ શહેરી વિસ્તારોમાં સૌથી વધુ રોજગારીની તકોનું આ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય કેન્દ્ર છે. જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને રાજ્ય તથા દેશના ગ્રુપ એન્જિન તરીકે ગણવામાં આવે છે. ત્યારે જૂનાગઢ બિલ્ડર એસોસિયેશન ક્રેડાઈ છેલ્લા ઘણા સમયથી બાંધકામ વ્યવસાય માટે કાર્યરત છે. જ્યારે સરકાર દ્વારા કરાયેલા જંત્રીના તોતિંગ ભાવ વધારાનો જૂનાગઢ ક્રેડ્રાઈ વિરોધ કરી રહ્યું છે જેને લઇ આજે જુનાગઢ કલેક્ટર અને કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢ પ્રોપર્ટી કન્સલન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બાંધકામ વ્યવસાય સૌથી વધુ પ્રદાન આપી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા પહેલેથી જંત્રીના દરમાં દરખમ વધારો કર્યો હોવા છતાં પણ હાલના સમયમાં ૨૦૦ % થી ૨૦૦૦ %નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. સિવિલ એન્જીનીયર એશોએશનના સભ્યો દ્વારા આવેદનપત્ર આપી ગુજરાત સરકારને વાંધા-સુચનો રજુ કરી યોગ્ય સુધારા કરવા માંગણી કરવામાં આવી છે.જેમાં સરકાર દ્વારા સમય મર્યાદા વધારવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજયમાં સમગ્ર વિસ્તારના વાંધા સુચનો માંગવામાં આવેલ છે. સમગ્ર રાજયના જમીન મિલ્કત ધરાવતા આસામીનોને લગતા આ પ્રશ્ન છે. આવડા મોટા રાજ્યના લોકોના પ્રશ્નો વાંચવા સમજયા અને ઓછામાં ઓછા ૯૦ દિવસની નોટીસ પીરીયડ હોવો જાેઈએ.તેથી સિવિલ એન્જીનીયર એસોસિએશન દ્વારા તા.૩૦-૦૩-૨૦૨૫ સુધી મુદત વધારો આપવા માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ ક્રેડાયના ચેરમેન નિલેશભાઈ ધુલેશિયાએ જણાવ્યું હતું કે, આજે સિવિલ એન્જિનિયર, બિલ્ડર અને પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જંત્રી મામલે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા જે હાલના સમયમાં જંત્રીના ભાવમાં વધારો કરવા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જેની સામે સરકાર દ્વારા વાંધા સુચનો માંગવામાં આવ્યા છે. જેમાં બિલ્ડર એસોસિએશન સિવિલ એન્જિનિયર એસોસીએશન અને પ્રોપર્ટી કન્સલન્ટ દ્વારા ઘણા વાંધા સુચનો પણ રજૂ કરવામાં આવ્યા છે. ક્યારે કલેકટર મારફત મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચે તે માટે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જે જંત્રીનો ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇ જૂનાગઢ શહેરમાં ચાલતા તમામ બાંધકામોને એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે. આ જંત્રીના ભાવ વધારાથી ૪૦ થી ૫૦ ટકા મકાનમાં ભાવ વધારો આવશે. આ તમામ બાબતે છેલ્લે ભોગવવાનો વારો મધ્યમ વર્ગના લોકોનો જ આવશે. આ માત્ર બિલ્ડરો કે એન્જિનિયરનો પ્રશ્ન નથી પરંતુ સામાન્ય જનતા ઉપર આ જંત્રીના ભાવથી વધુ ભારણ આવશે. ત્યારે હાલમાં નક્કી કરાયેલા ભાવ વધારાની જંત્રી લાગુ કરવામાં ન આવે તેને લઈ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ એન્જિનિયર એસોસિયેશન, જૂનાગઢ બિલ્ડર એસોસિયેશન અને જૂનાગઢ પ્રોપર્ટી કન્સલન્ટ એસોસિએશનના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જે જંત્રીમાં વધારો કરવામાં આવ્યો છે તેની અસર બાંધકામ પર શું થવાની છે તેને લઈ આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં જે જંત્રીના ઓનલાઇન કરવામાં આવી છે તે જંત્રી ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં સુવિધા આપવી જાેઈએ. સરકાર દ્વારા જે વાંધા સુચનો માટે તારીખ આપવામાં આવી છે તે સમયમાં પણ વધારો કરવો જાેઈએ. સામાન્ય પ્રજાને લગતું આ પ્રશ્ન છે ત્યારે આવી લોકોને ઓનલાઈનની ખબર હોતી નથી. ત્યારે ૯૦ દિવસનો સમય કોઈપણ બાબતના વાંધા સુચનો રજૂ કરવા માટેનો હોય છે ત્યારે સરકારને વિનંતી કરવામાં આવે છે કે ૩૦ માર્ચ ૨૦૨૫ સુધી વાંધા સુચનો રજૂ કરવા માટેના સમયમાં વધારો કરવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.