ખંભાળિયામાં મગફળી ટેકાના ભાવે વેચવા માટે દસ હજારથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન

0

માત્ર એક જ ખરીદ કેન્દ્રના કારણે વ્યાપક હાલાકી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા વિસ્તારમાં રહેતા ખેડૂતો દ્વારા મુખ્યત્વે પાક મગફળીનો બની રહે છે. ત્યારે આ વખતે મગફળીની નોંધપાત્ર આવક વચ્ચે સરકાર દ્વારા સમય મર્યાદામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ઓનલાઈન નોંધાયેલા ખેડૂતોને તેઓની મગફળી વેચવા માટે અહીંના એકમાત્ર ખરીદ કેન્દ્ર ઉપર આધાર રાખવો પડે છે. જેમાં વિલંબ થતા ખેડૂતોને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવા કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, ભાટીયા તેમજ જામનગરના લાલપુર જેવા નાના સ્થળોએ પણ ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે. પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સરકારની જાહેરાતના દસેક દિવસ સુધી મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયું ન હતું જે અંગે વ્યાપક ફરિયાદો તેમજ આપો ઉઠ્‌યો હતો. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે ખંભાળિયા તાલુકામાં ૧૦,૫૦૦ થી વધુ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા ખંભાળિયામાં એક જ કેન્દ્ર મંજૂર થતા દરરોજ સરેરાશ ૭૦ થી ૮૦ અથવા વધુમાં વધુ ૧૦૦ જેટલા ખેડૂતોની જ મગફળી લઈ શકાય છે. ત્યારે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની થતી આ કાર્યવાહીમાં ૧૦,૫૦૦ જેટલા ખેડૂતો ક્યારે પૂરા થાય? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આટલું જ નહીં, રાજ્યના અનેક શહેરોમાં પાંચ-સાત હજાર નોંધાયેલા રજીસ્ટ્રેશનમાં ટેકાના ભાવે બે ખરીદ કેન્દ્રો આપવામાં આવ્યા છે. ત્યારે ખંભાળિયા શહેર જિલ્લાનું મુખ્ય મથક હોય, અને અહીં રજીસ્ટ્રેશનની સંખ્યા પણ વધુ હોય છે. ત્યારે અહીંના એકમાત્ર કેન્દ્ર તેમજ બારદાન પણ ઓછા આવતા દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતોને તેઓની મગફળી વેચવા ઠંડીમાં કતારો લગાવીને ઉભવું પડે છે.

error: Content is protected !!