પ્રાચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

0

દર્શનાર્થીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને વિકાસના કામ હાથ ધરાયા

ગીર સોમનાથ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વનો જિલ્લો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ઉપરાંત પ્રાંચી તીર્થ પણ આદ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું સ્થળ છે. પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી દિગ્દયસિંહ જાડેજાએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંચી ખાતે નેશનલ હાઈવેથી માધવરાય મંદિર સુધીના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. જિલ્લા પ્રવાસન સમિતિની ગ્રાંટમાંથી અંદાજિત રૂા.૭૬,૬૬,૧૦૦ના ખર્ચે થનાર વિવિધ વિકાસ કામોમાંથી એક નેશનલ હાઈવેથી ૪૦૦ મીટર લંબાઈમાં ૭.૦૦ મીટર પહોળાઈ ધરાવતો રોડ તૈયાર થશે. આ રોડના કારણે માધવરાય મંદિર તરફ જવામાં બહારથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા નહીં પડે અને સરળતાથી દર્શનાર્થીઓ દર્શન માટે જઈ શકશે આ કાર્યક્રમ બાદ સૌપ્રથમ મોક્ષ પીપળે પૂજા અર્ચના કરી ત્યારબાદ સુ-વિખયાત માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર, કાર્યપાલક ઈજનેર(પંચાયત) અંકિત ભદૌરિયા, બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ વગેરે રાજકીય આગેવાનો માધવરાયના મહંત શ્રી ઋષિબાપુ તથા અધિકારીઓ, પદ અધિકારીઓ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.(તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!