સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરેલા આર્મી જવાનોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું

0

સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે અગ્નિ વીર ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરેલા આર્મી જવાનોનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના સીમાડાનું રક્ષણ કરવા સરકાર દ્વારા અગ્નિવિર યોજના અમલમાં મૂકાય ત્યાંરે પ્રશ્નાવડા ગામના બંને યુવાનો પરેશભાઈ હાજાભાઇ બાંભણિયા તથા રાજભાઈ દીલૂભાઈ ચુડાસમા દેશની રક્ષા કાજે અગ્નિવીર આર્મીમાં જાેડાયા અગ્નિ વીર જવાન ઓડિશા ખાતે અને એક જવાન હૈદરાબાદ ખાતે એમ બંને જવાનો ટ્રેનિંગમાં ગયેલ અને ભારે મહેનત કરી ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતનમાં આવતા સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામ ખાતે પહોંચતા સમગ્ર ગ્રામજનો અને તમામ સમાજના લોકો સાથે મળી ગામ લોકોદ્વારા અગ્નિ વીર જવાનનું ઉત્સાહભેશ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત યાત્રા સુત્રાપાડા ખાતેથી ડીજેને તાલે દેશભક્તિના ગીતો સાથે અને ગામમાં તિરંગા યાત્રા કાઢી ભારતમાતા કી જયના નારા સાથે પ્રશ્નાવડા ગ્રામજનો લોકો યુવાનો મહિલાઓ અને ગામના આગેવાનો સગા સંબંધી જાેડાઈ ભવ્ય સ્વાગતમ કરવામાં આવ્યું હતું.(તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!