યુવા ભાજપના ઉપપ્રમુખએ પુરાવાઓ સાથે લેખીત ફરીયાદ કરતા જી.પં.નું રાજકારણ ગરમાયું : જી.પં.ની સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠતા ઉપપ્રમુખ અને ડીડીઓએ અધિકારી પાસે ખુલાસો માંગ્યો
ગીર સોમનાથ જીલ્લા પંચાયત સિંચાઈ વીભાગના ઈજનેર સુનિલ રાઠોડ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સાથે વિજિલન્સ, મુખ્યમંત્રી સમક્ષ પુરાવા સાથે લેખિત ફરિયાદ થઈ છે. આ મુદ્દો ભાજપ શાસિત જી.પં.ના ઉપપ્રમુખે પંચાયતની સામાન્ય સભામાં ઉજાગર કરતાં કથિત ભ્રષ્ટ અધિકારી સુનીલ રાઠોડને ડીડીઓએ નોટીસ ફટકારી ખુલાસો માંગતા ખળભળાટ મચ્યો છે. મોસાળે જમણ અને માં પીરસનારી જેવો તાલ ગીર સોમનાથ જીલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગમાં સર્જાયો છે. છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયથી જી. પં. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરના ચાર્જમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર સુનિલ રાઠોડએ પોતાના સગા ભાઈની ભાગીદારી ધરાવતી હરભોલે કન્ટ્રક્શન કંપનીને કામો અપાવી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે વેરાવળ તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ પરેશ જાેરાએ ઈજનેર સુનિલ રાઠોડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી આધાર પુરાવા સાથે તકેદારી આયોગ, મુખ્યમંત્રી, ડીડીઓ, કલેકટરને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યા મુજબ, પોતે મોગલ કન્ટ્રક્શન નામની એજન્સી હેઠળ કન્ટ્રક્શનના સરકારી-ખાનગી કામોનો વ્યવસાય કરે છે. થોડા સમય પહેલા જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગના જુદા જુદા કામોમાં પોતાની મોગલ કન્ટ્રક્શનનું ટેન્ડર નાખતા પ્રાઇમરી સ્ટેજમાં જ રદ કરી દીધેલ હતુ. આ મામલે સિંચાઈ ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડે એવું જણાવી દીધેલ કે હરભોલે કન્ટ્રક્શન કંપની મારી જ છે એમાં મારો ભાઈ ભાગીદાર છે. જેથી સિંચાઈ વિભાગના ઉના વિસ્તારના કામો તો આ એજન્સી જ કરશે અને તમારે ઉના વિસ્તારના કામોમાં ટેન્ડર નાખવું નહીં એવું સ્પષ્ટપણે જણાવી દીધેલ હતું. બાદમાં ફરીયાદી પરેશ જાેરાએ હરભોલે કન્ટ્રક્શન કંપનીની તપાસ કરતાં આ કન્ટ્રક્શન કંપની ના જીએસટી રજીસ્ટ્રેશન તેમજ પ્રોવિડન્ટ ફન્ડ રજીસ્ટ્રેશનમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડનો સગો ભાઈ અનિરૂધ્ધ રાઠોડ હોવાના પુરાવા સામે આવતા સિંચાઈ વિભાગના ઈજનેર સુનિલ રાઠોડના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા અને પોતાના સાથે થયેલ અન્યાય બાબતે પુરાવા સાથે વિજીલન્સ, મુખ્યમંત્રી, ડીડીઓ અને જીલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરી તટસ્થ તપાસ કરાવી કાર્યવાહીની માંગ કરી હતી. દરમ્યાન તાજેતરમાં મળેલ જી. પં.ની સામાન્ય સભામાં જી. પં.ના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલાએ આ મુદ્દો ઉઠાવી કથિત ભ્રષ્ટ અધિકારી સુનિલ રાઠોડ પાસે ખુલાસો માંગી તાપસ કરાવવા જણાવતા ડીડીઓ સ્નેહલ ભપકર દ્વારા ઈજનેર સુનિલ રાઠોડને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. હાલ તો જી.પં. સિંચાઈના ઇચાર્જ કાર્યપાલક ઈજનેર સામે ઝ્રસ્ર્ં અને વિજિલન્સમાંથી તપાસના આદેશ થતાં ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ આ ભ્રષ્ટ અધિકારીને બચાવવા તેના રાજકીય આકાઓ પણ પરદા પાછળ મહેનતમાં લાગી ગયાનું જાણવા મળી રહ્યુ છે.
કાર્યવાહી અટકાવવા ધમપછાડા થઈ રહ્યાની ચર્ચા
જી.પં.ના સિંચાઈ વિભાગ હસ્તક વર્ષે કરોડોના કામો થાય પરંતુ કાર્યપાલક ઈજનેરની જગ્યા વર્ષોથી ખાલી છે. તે સ્થાને ચાર વર્ષ કરતાં વધુ સમયથી તો નાયબ ઈજનેર સુનિલ રાઠોડ જ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે ત્યારે આધારભૂત સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ કાર્યપાલકની જગ્યા ઉપર કાયમી અધિકારીની નિયુક્તીને ગાંધીનગર કક્ષાએથી જ કરવામાં આવતી નથી. કથિત ભ્રષ્ટ ઈજનેર સુનિલ રાઠોડ ગાંધીનગર સુધી સેટીંગ પાડતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
માટી કાઢવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયેલ
કાર્યપાલક ઈજનેરના ચાર્જમાં રહેલા સુનિલ રાઠોડે દ્ગૐછૈંના કોન્ટ્રાક્ટરને સુત્રાપાડાના બરૂલા ગામે આવેલ સરકારી તળાવમાંથી નિયમ વિરૂધ્ધ માટી કાઢવાની મંજૂરી આપી દેતા કોન્ટ્રાકટર દ્વારા બેફામ માટી કાઢી લેતાં તળાવ ક્ષતિગ્રસ્ત બનેલ આ મામલો ઉજાગર થતાં ઈજનેર સુનિલ રાઠોડે પોતે લેખિતમાં જણાવેલ કે દ્ગૐછૈંના કોન્ટ્રાકટર કલથીયા એન્જી. દ્વારા માટી ચોરી કરેલ છે. આ પ્રકરણમાં પણ સુનિલ રાઠોડની ભૂમિકાને લઈ સવાલો ઉઠ્યા છે. જેને લઈ વિપક્ષી નેતાએ તપાસની માંગ કરી છે.