બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી(મ્ઈઈ), પાવર મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ(દ્ગઈઝ્રછ) ૨૦૨૪માં રાજકોટ ડિવિઝનએ તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનને વર્ષ ૨૦૨૪ માટે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં તૃતીય પુરસ્કાર (માન્યતાનું પ્રમાણપત્ર) પ્રોજેક્ટ ‘ઓટોમેશન ઓફ અંડરગિયર લાઈટ્સ’ માટે મળ્યો છે. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ઊર્જા મંત્રાલય દ્વારા આયોજિત એક ભવ્ય સમારંભમાં સચિવ (પાવર) પંકજ અગ્રવાલ દ્વારા રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (પાવર) રજની યાદવને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજકોટ ડેપો ખાતે પીટલાઈન લાઈનમાં સ્થાપિત અન્ડરગિયર એલઈડી લાઈટોને સ્વાયત્ત રીતે ચલાવવા બદલ આ એવોર્ડ મળ્યો છે. પીટલાઇનના ઓટોમેશનનો હેતુ અલ્ટ્રાસોનિક ટેક્નોલોજી દ્વારા ભારતીય રેલ્વેના કોચિંગ ડેપોની પીટ લાઇનમાં ઊર્જા બચાવવાનો છે. આ પીટલાઈન ઓટોમેશનમાં ૩ નંના ૈંઁ૬૫ અલ્ટ્રાસોનિક સેન્સર છે જે પીટ લાઈનમાં સ્થાપિત અંડરગિયર લાઈટ્સને નિયંત્રિત કરે છે. આ સિસ્ટમ પીટ લાઇનના તે ભાગ ઉપર તમામ અન્ડરગિયર લાઇટને બંધ કરે છે જેના ઉપર પરીક્ષણ કરવા માટે કોઈ રોલિંગ સ્ટોક નથી, આમ ઊર્જા ખર્ચ બચે છે.
ઊર્જા અને પર્યાવરણ ઉપર અસર
ઉપરોક્ત પિટલાઇન ઓટોમેશનને અમલમાં મૂકવાથી ૧ પીટ લાઇન માટે લગભગ ૫૦૪ દ્ભઉૐ (યુનિટ) દર મહિને (૬૦૪૮ દ્ભઉૐ પ્રતિ વર્ષ) ઊર્જા બચત થાય છે. આ પીટલાઈન ઓટોમેશનનો ઉપયોગ કરીને, ભારતીય રેલ્વેમાં પીટ લાઈનમાં અન્ડરગિયર લાઈટોને આપમેળે ઓપરેટ કરી શકાય છે. દર વર્ષે ઓછામાં ઓછા ૧૮૦ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની ધારણા છે અને દર વર્ષે કુલ અપેક્ષિત ઉર્જા બચત ૬૦૪૮ દ્ભઉ અને દર વર્ષે પીટ લાઇન દીઠ રૂા. ૫૧૦૦૦/- ની બચત થશે. રાજકોટ ડિવિઝનના રેલ્વે મેનેજર અશ્વિની કુમારે રાજકોટ ડીવીઝનની આ મહત્વની સિદ્ધિ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને તેને રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓના સમર્પણ અને મહેનતનું પરિણામ ગણાવ્યું હતું.