પી.એમ. પોષણ શક્તિ નિર્માણ યોજના ગુજરાત રાજ્યના પ્રદેશ કન્વીનર તેમજ ગુજરાત કરાર આધારિત આઉટસોર્સિંગ માનવ વેતન ધારક અને રોજમદાર કર્મચારી મહા સંઘ તેઓના માધ્યમથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિભાગોના મંત્રીઓને મળીને પી.એમ. પોષણમાં ખાનગીકરણ ન થાય અને જે સ્થિતિ છે તે જ સમગ્ર રાજ્યમાં જાળવી રાખવા માટેની માંગ કરવામાં આવી છે. આ માંગણી મંત્રીઓ મારફતે મુખ્યમંત્રી સમક્ષ કરવા માટે એક પ્રદેશ ટીમ પ્રદેશ કન્વીનર વીરાભાઈ ચેતરીયા, રસિકભાઈ ગોરધનભાઈ, સામતભાઈ લગારીયા, કારાભાઈ મોઢવાડિયા, કાનાભાઈ ગોરાણીયા તેમજ વિવિધ જિલ્લાના આગેવાનો અને તેમની ટીમ દ્વારા ગુજરાતમાં એનજી.ઓ.કરણ ન થાય અને જે સ્થિતિ છે તે જાળવી રાખે તે માટે ગુજરાતના તમામ મામલતદાર અને તમામ પ્રાંત અધિકારી તેમજ કલેકટરને એક લેખિત રજૂઆત કરીને રજૂઆતો કરી છે.