સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ ૨૫-૧૨-૨૦૨૪ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય શણગાર એવં તુલસી પૂજન દિવસનુ મહત્વ દર્શાવતુ શુશોભન કરવામાં આવેલ છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે ૫ઃ૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ૫૧ કીલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. જરદોશી વર્ક અને પ્યોર સિલ્કના વાઘાનો શણગાર કરાયો છે આ વાઘા વૃંદાવનમાં ૧ મહિને બન્યા, આ શણગાર તૈયાર કરતાં ૪-૫ કલાકનો સમય લાગ્યો હતો. પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે ઃ ૩ થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.