બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશથી તા.૨૦-૧૨-૨૦૨૪ના રોજ ગુજરાત રાજયભરના તમામ બાર એસોશીયેશનની ચુંટણી યોજાઈ હતી. જેમાં તા.૨૦-૧૨-૨૦૨૪ના રોજ માણાવદર બાર એસોસીયેશનની પણ ચુંટણી હોય, જે સંદર્ભે ચુંટણી અધિકારી શૈલેષ જે. જાેષીની અધ્યક્ષતામાં સને-૨૦૨૫ તથા સને-૨૦૨૬ના બે વર્ષની ઉમેદવારી માટે ચુંટણી યોજાઈ હતી. તેમાં અન્ય હરીફ ઉમેદવારો ફોર્મ નહી ભરતા પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા સક્રેટરી તથા જાેઈન્ટ સેક્રેટરી તથા લાયબ્રેરી સેક્રેટરી તરીકે સને-૨૦૨૫ તથા સને-૨૦૨૬ના બે વર્ષ માટે પ્રમુખ તરીકે ગોપાલ ઝાલાવાડીયા તથા ઉપપ્રમુખ તરીકે રસીક નાદપરા તથા અનીલ ગાથા તથા સેક્રેટરી તરીકે મયુર એસ. દવે તથા જાેઈન્ટ સેક્રેટરી તરીકે નિમીષ બી. રાવલ તથા લાયબ્રેરી સેક્રેટરી તરીકે મયુર આર. શીંગાળા બીન હરીફ વિજેતા જાહેર કરવામાં આવે છે. જેથી હવેથી માણાવદર બાર એસોશીયેશનના પ્રમુખ તરીકે ગોપાલ ઝાલાવાડીયા તથા ઉપપ્રમુખ તરીકે રસીક નાદપરા તથા અનીલ ગાથા તથા સેક્રેટરી તરીકે મયુર એસ. દવે તથા જાેઈન્ટ સેક્રેટરી તરીકે નિમીષ બી. રાવલ તથા લાયબ્રેરી સેક્રેટરી તરીકે મયુર આર. શીંગાળા ફરજ બજાવશે.