ભાણવડમાં આવેલા ચર્ચ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલના પર્વ અનુસંધાને પૂજાપાઠ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
અહીંના ચર્ચને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. તેમજ ભગવાન ઈશુનો જન્મ ગાયોની ગમાણમાં થયો હતો, જેથી ચર્ચના પટાંગણમાં ગાયોની ગમાણનું મોડેલ બનાવાયું હતું.
નાતાલના દિવસે સવારના ભાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અનેક બાળકોએ ભાગ લીધો હતો. આ ભાગ લેનારા તમામ બાળકોને અશોકભાઈ ભટ્ટ અને હરસુરભાઈ ગઢવી દ્વારા આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. ત્યાર બાદ બટુક ભોજન પણ કરાવાયું હતું. જેનો લાભ 400 જેટલા બાળકોએ લીધો હતો.
ભણવણમાં ગઈકાલે દિવસ દરમ્યાન સ્થાનિક ધર્મપ્રેમી લોકોએ ચર્ચની મુલાકાત લીધી હતી અને રોશનીથી ઝળહળતા આ ચર્ચ અને ગાયોના ગમાણનું મોડેલ જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.