ખંભાળિયામાં અજગર પ્રજાતિનો વિશાળ સાપ દેખાયો

0
ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગઈકાલે સાંજે અજગર નીકળતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો અશોકભાઈ સોલંકી અને કુંજન શુક્લા દ્વારા આ અજગરનું રેસ્ક્યુ કરાયા બાદ ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને તેને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યો હતો.
error: Content is protected !!