દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ભાજપ દ્વારા જુદા જુદા મંડલના પ્રમુખની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ તરીકે મિલનભાઈ અજીતભાઈ કિરતસાતાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખના આ મહત્વના હોદ્દા પર લાંબા સમય બાદ પ્રથમ વખત બ્રહ્મ સમાજને સ્થાન આપવામાં આવતા આ બાબતને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવકારવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના યુવા કાર્યકર મિલનભાઈ કિરતસાતાને શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા આને અનુલક્ષીને બ્રહ્મ સમાજના કાર્યકરો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ તેમની ટીમ સાથે સંગઠનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
સાથે સાથે નવનિયુક્ત પ્રમુખ મિલનભાઈને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ બુજડ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ જોશી સાથે જીગ્નેશભાઈ ઠાકર, જીતુભાઈ મોતા, ચેતનભાઈ જોશી, સંજયભાઈ થાનકી, હિતેશભાઈ બોડા સહિતના હોદ્દેદારો તેમજ જ્ઞાતિજનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.