ખંભાળિયાના દાંતા પ્રાથમિક શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

0

પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત સાંપડ્યું સન્માન

ખંભાળિયા તાલુકાના દાંતા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક રવિકુમાર નરીયાપરા દ્વારા શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવતા શાળામાં ચોકલેટ, વેફર, ફૂડ પેકેટ વિગેરે ઉપર માર્ગદર્શન આપતા શાળાના વિધાર્થી અને દ્વારા છેલ્લા એક વર્ષથી પ્લાસ્ટિક મુક્ત શાળા બની છે. આ ઉપરાંત ઘરે પણ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા જણાવેલ જન્મ દિવસના પણ પક્ષી માટે ચણ, ચકલીના માળા, સહપાઠી માટે પેન્સિલ જેવી વસ્તુ આપવામાં આવે છે. જેથી શાળાની આ પ્રવૃતિને આધારે શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ રાવલ, સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ મહેશભાઈ મહેતા, મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પુલકિત જાેષી વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ અને મેડલ મળેલ છે. જે માટે શાળા પરિવાર વિધાર્થી, શિક્ષકો અને ગ્રામ પંચાયત અને ગામ લોકો દ્વારા આ કાર્ય માટે સહકાર સાંપડ્યો હતો.

error: Content is protected !!