ઊના સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ ડીલેવરી કરવામાં આવી હતી. તેમાંથી ૫ ડિલેવરી સીઝરીયન અને ૧૦ ડિલેવરી નોર્મલ થઈ હતી. આ અંગેની જાણ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને થતા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી અને સરકારી હોસ્પિટલની સરાહનીય કામગીરીને જાેઈને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ તબીબોને, સ્ટાફને, નર્સિંગ સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ માતાઓ ને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે અધિક્ષક ડોક્ટર મિશ્રા, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર ઉલ્લાસ, ડોક્ટર ગુજ્જર, બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જાલોન્ધરા, ડોક્ટર યોગેશ ગુજ્જર સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.