ગુજરાત રાજયના ડી.જી.પી.ના “તેરા તુજકો અર્પણ”અભિગમ અંતર્ગત જૂનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ તથા પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનાઓ તરફથી હાલના સમયમાં જાહેર જનતાના કિંમતી સામાન કે ડોકયુમેન્ટ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અન્વયે જરૂરી કાર્યવાહી કરી અરજદારોને તેમના કિંમતી સામાન કે ડોકયુમેન્ટ શોધી કાઢી પરત અપાવવા બાબતે સુચના થઇ આવેલ જે અન્વયે, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આ કામના અરજદાર દર્શીલભાઇ નરેશભાઇ નાયક રહે-વેજલપુર મકરબા રોડ અમદાવાદ વાળાની ગઇ તા.૨૮-૧૨-૨૪ના રોજ રાત્રીના સાડા-નવેક વાગ્યે અમદાવાદ મુકામે જવા માટે સોમનાથથી વેરાવળ રેલ્વે સ્ટેશન ઓટોરીક્ષા મારફત આવતા હોય તે દરમ્યાન પોતાની બેગ જે બેગમા ક્રીકેટની કીટનો સામાન તથા પાસપોર્ટ સહિતના જરૂરી દસ્તાવેજાે રાખેલ જે બેગ રીક્ષામા ભુલી ગયેલ જે અરજદાર અમદાવાદ પહોચી ગયેલ ત્યાર બાદ જે બેગ લેવા માટે તા.૩૦-૧૨-૨૦૨૪ના રોજ વેરાવળ પરત આવી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી જે કિમંતી સામાન ભરેલ બેગ ભુલી જવાના બનાવ બનેલ હકીકત જણાવતા હોય જેથી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પો.સબ ઇન્સ. આર.આર. રાયજાદાની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફ પો.કોન્સ. રોહીતભાઇ જગમાલભાઇ ઝાલા તથા પો.કોન્સ. નદીમભાઇ શેરમહમદભાઇ બ્લોચનાઓએ અંગત રસ લઇ હ્યુમન સોર્શીસ તથા આધુનિક ટેકનોલોજી તથા નેત્રમનો ઉપયોગ કરી તાત્કાલીક તપાસ તજવીજ કરી અરજદારની ખોવાઇ ગયેલી બેગ તથા જરૂરી ડોક્યુમેન્ટ મુળ સ્થતિમા સોંપી આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક કરેલ છે. જે અન્વયે અરજદારે વેરાવળ સીટી પોલીસનો આભાર માનેલ અને પોલીસની પ્રજાલક્ષી કામગીરીની પ્રસંશા કરેલ હતી.