સોમનાથ મંદિર આવેલા દર્શનાર્થી પ્રબિર કુમાર જેવો કડગપુરથી આવેલા હતા. જેમના પત્ની મંદિરમાં અલગ પડી ગયા હતા ત્યારબાદ પ્રબીર કુમાર પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠા હતા અને તેઓ પોલીસ પાસે આવી અને પોતાની પત્ની જાે નહીં મળે તો પોતે આત્મહત્યા કરી લેશે જેવો બકવાટ તેઓને ઉપડી ગયો હતો. બાદમાં મહિલા હેડ કોન્સ્ટેબલ ભાવનાબેન કસોટ તેઓને મંદિર પીએસઆઇ ભુવાને જાણ કરી અને બાદમાં મંદિરની બધી પોલીસ દ્વારા તેઓની ચાર કલાક સુધી શોધખોળ કરી તેઓના પત્ની સાથે સુખદ મિલન કરાવી આપેલ હતું. જે આવી ભીડમાં પણ પોલીસની સરાહનીય કામગીરી બિરદાવા લાયક છે.