ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ઉત્કર્ષ દેખાવ

0

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર – રાજકોટના સંયુકત ઉપક્રમે પાંચમી રાજ્ય કક્ષા ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા – ૨૦૨૪ પાટણવાવ મુકામે યોજાયેલ હતી. જેમાં પી.ડી. શાહ અને એલ.પી. શાહ હાઇ. દિવરાણાની બહેનો જુનિયર વિભાગમાં ગરચર કિંજલ- છઠ્ઠો અને મોકારિયા પૂનમ – ૭મો નંબર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં ભાગ લેનાર તમામ બહેનો તથા તેના માર્ગદર્શક શિક્ષકો શૈલેષભાઈ મોકરીયા, કેવલભાઈ રાવલ, બીનાબેન પરમાર, વિપુલભાઈ મુસાર, આર્યન પાઠક, ધર્મિષ્ઠા ગામી તથા પરાસર પંડ્યાને શાળાના ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યા તેમજ આચાર્ય મિલિન્દભાઇ કોટડિયા તથા સુપરવાઈઝર સંદીપભાઈ કોડીયાતર તરફથી ખુબ ખુબ અભિનંદન તેમજ નેશનલમાં પણ નંબર પ્રાપ્ત કરે તેવી બંને બહેનો તથા તેની સમગ્ર ટીમને શુભકામના પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!