ભાણવડના રેલ્વે સ્ટેશન નજીકના રેલ્વે ટ્રેક ઉપર રાત્રીના સમયે ટ્રેન આવતા પહેલાના સમયે સાત ફૂટ લાંબો અજગર ચડી આવ્યો હતો. આથી સ્ટેશન ઉપર હાજર રહેલા મુસાફરો દ્વારા સમય સૂચકતા વાપરીને ટ્રેન આવે તે પહેલા ભાણવડમાં કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને જાણ કરાઈ હતી. આ અંગેની જાણ થતાં એનિમલ લવર્સ ગ્રુપની ટીમ તુરત સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને અહીં રેલ્વે ટ્રેક પર આંટાફેરા કરતા સાત ફૂટ લાંબા ઇન્ડિયન રોક પાઈથન તરીકે ઓળખાતા આ અજગરને રેસ્ક્યુ કરાયો હતો. રેસક્યુ બાદ આ અજગરને બરડા ડુંગરના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી પ્રકૃતિ જતનનું પ્રસંશનીય કાર્ય કરાયું હતું.