બોર્ડની પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરાયા
વેરાવળની દર્શન સ્કૂલ તથા ન્યૂ દર્શન સ્કૂલનો ૧૯ મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. આ તકે કલેક્ટર દિગ્વીજયસિંહ ડી. જાડેજા (આઇ.એ.એસ.), ભાજપ પ્રદેશમંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પિઠીયા, પૂર્વ પ્રમુખ માનસિંહભાઇ પરમાર, મહામંત્રી દિલિપભાઇ બારડ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ કિશોરભાઇ કોટક, જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળા, બી.એ.પી.એસ. મંદિરના સ્વામી અખંડ ચિંતન સહીતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવેલ હતું. સમાજ શ્રેષ્ઠીઓમાં ગિરીશભાઇ ઠક્કર, હિતેશભાઇ માંડવીયા, કૌશિકભાઇ કાનાબાર ના સેવાકીયા કાર્યો તેમજ દર્શન શાળામાંથી અભ્યાસ કરી ડો.રાજેશ ઘનશાણી, ડો.ઇશાન પ્રશ્નાણી, ડો.રવિ ગરચર, ડો.હેમાંગ ઠકરાર, ડો.વિપુલ ઘનશાણી, ડો. કોમલ પોપટ, ડો.જલ્પા લાખાણી, ડો.ધ્રુવિલ પોપટ, સી.એ. બનેલા નિકી રૂપારેલ, હોશલ પટેલીયા, સાગર દુસારા સહીતનાને કલેક્ટરના હસ્તે સન્માન પત્ર આપવામાં આવેલ હતું. આ ઉપરાંત ધો.૧૦ બોર્ડની પરીક્ષાઓમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ રાઠોડ યશ્વી, પંપાણીયા ગ્રીષ્મા, ઉનડકટ નીલ, ટાંક ધ્રુવ, વિઠ્ઠલાણી એશા, સામટા યશ્વી, વાઢેર ભુમિકા બારીયા હિતેશ્વરીને રોકડ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ જેમાં બટોગે તો કટોગેની કૃતિ, હાલમાં કોલકતામાં થયેલ ડોક્ટરની અસહ્ય હત્યાના કરૂણ દ્રશ્યો, વૃદ્ધાશ્રમથીમમાં માતા-પિતા પર થતું વર્તન અને તેમને ભોગવવી પડતી મુશ્કેલીઓ રજુ કરેલ અને નાના ભુલકાઓ દ્વારા જુદા-જુદા કાર્યક્રમો રજૂ કરેલ ત્યારબાદ કરાટેના દાવો રજૂ કરેલ હતાં. આ પ્રસંગે વાલીઓ બ્હોળી સંખ્યામાં હાજર રહેલ અને અંતે શાળા પ્રમુખ ભૂપેન્દ્રભાઇ વિઠલાણીએ મહેમાનોને મોમેન્ટો આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.