વેરાવળમાં લોહાણા મહાજન દ્વારા 116 તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા
વેરાવળ લોહાણા મહાજન દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સીએ, ડોકટર જેવા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવાની સાથે સાથે IAS, IPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપર પણ રઘુવંશી વિદ્યાર્થીઓએ ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધવા મહાનુભાવોએ અપીલ કરી હતી.
વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના તથા ઉપપ્રમુખ મુકેશભાઇ રૂપારેલીયા સહીત કારોબારી સભ્યો અને શિક્ષણ સમિતિના નેજા હેઠળ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વડોદરાની ખાસ હાજર રહેલા અધિક કલેકટર પંકજભાઈ ઓંધિયાએ સંબોધનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહેલ કે, રઘુવંશી બાળકો મોટાભાગે સીએ, મેડીકલ જેવા અભ્યાસ ક્રમોમાં જ રૂચી ધરાવે છે. ત્યારે વાલીઓએ જાગૃત થઈને સરકારના ભાગ બની લોહાણા સહિત સર્વ સમાજના ઉધ્ધાર માટે IAS, IPS, પ્રાંત અધિકારી જેવા પદો માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સફળ થવા માટે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. કારણ કે, આવા પદો ઉપર આપણા સમાજની હાજરી નહીવત જેવી છે. ત્યારે રઘુવંશી બાળકોને અભ્યાસના ધ્યેયમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લક્ષ્ય બનાવવા અપીલ કરી હતી. જામનગરના કન્યા કેળવણીકાર ભાવનાબેન પોપટએ પણ દીકરીઓને સરકારી પરીક્ષાઓ આપવા અનુરોધ કર્યો હતો.
આ સમારોહમાં સમાજના 117 તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંપરા મુજબ ગુરુ શિરોમણી એવોર્ડથી ઇન્દુબેન કાંતિલાલ છગ, પરેશકુમાર જગજીવનદાસ કારીયા, નિલમબેન કિરીટભાઈ વસંતનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતુ. અનિષ રાચ્છને સન્માનિત કરાયેલ હતા. આ કાર્યક્રમમાં જયકરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદા, ગીરીશભાઈ કારીયા, કિરીટભાઈ ઉનડકટ, કિશોરભાઈ સામાણી, પાલીકાના ચેરમેન દિક્ષિતાબેન અઢીયા, બિપીનભાઈ અઢિયા, સુનિલભાઈ સુબા, રાહુલ તન્ના, હરેશ કાનાબાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવા શિક્ષકો, શિક્ષણ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.