રાજકોટ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક નિયમન સુચારૂ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો જાેવા મળે તે માટે રોડ એંજિનયિરિંગ, મહત્તમ ટ્રાફિક સિગ્નલ સંચાલન, સાઈનેજીસ અને પબ્લિક અવેરનેસ કાર્યક્રમોમાં “ટ્રાફિક સેન્સ સ્વવિનય સ્વિકૃતિ કેળવાય તે મુજબ પરિણામલક્ષી કામગીરી” હોવી જાેઈએ તેમ વિવિધ વિભાગના અધિકારી, પ્રતિનિધિશ્રીઓને પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ મહત્વના સૂચન કરતા જણાવ્યું હતું. પોલીસ કમિશનરશ્રીએ શહેર ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલા વિવિધ કેસ અને જનજાગૃતિ અભિયાનની કામગીરીની નોંધ લેતા હજુ પણ આ કામગીરી વધુ અસરકરક રીતે કરવા અને વાહન ચાલકો વારંવાર નિયમોનું ઉલંઘન ન કરે તેમજ ટ્રાફિક સેન્સ કેળવાય તે મુજબ કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો. પોલીસ કમિશનરએ વધુમાં જણાવેલ કે, શહરેમાં છેલ્લા કેટલાકે વર્ષોથી જે રીતે વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે તે જાેતા શહેરમાં ટ્રાફિક સિગ્નલ વધારવા, રોડ એન્જીનીયરીંગ ઉપર સતત કામ કરવા, નો પાર્કિંગ સહિતના સાઈનેજીસની પ્રભાવક કામગીરી કરવા પણ વિવિધ વિભાગના અધિકારીઓને આ તકે કમિશનરએ સૂચના આપી હતી. આ તકે ઉપસ્થિત અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ બ્લેક સ્પોટ ઉપરાંત અન્ય જગ્યાએ થતા ફેટલ અકસ્માતમાં તેના કારણો જાણી તેના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવા સૂચન કર્યું હતું. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી. પૂજા યાદવે તેમજ આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડે છેલ્લા ત્રણ માસમાં ટ્રાફિક ડ્રાઈવ અને માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત કરેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી. સરકારી કચેરી ખાતે હેલ્મેટ વિરોધી ઝુંબેશ, શાળા કોલેજ ખાતે લાઇસન્સ, શહેરના જુના વિસ્તારમાં દબાણ હટાવ, જુદી જુદી શાળા કોલેજમાં જનજગૃતિ કાર્યક્રમો, બાઈક રેલી,આઈ ચેકઅપ કેમ્પ, ચિત્ર-વકૃત્વ સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમોની વિગત પુરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ સેફટીની બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ચર્ચાના અનુસંધાને જરૂરી સુધારાત્મક અમલવારી કરવામાં આવે છે, જેની ફલશ્રુતિ રૂપે વર્ષ ૨૦૨૩ ની સાપેક્ષે ૨૦૨૪માં ફેટલઅકસ્માતમાં ૭.૬૯%, ગંભીરઅકસ્માતમાં ૬.૨૫% સહીત કુલઅકસ્માતમાં ૧૨.૨૪% ઘટાડો નોંધાયેલ છે. આ બેઠકમાં મહાનગરપાલિકા, પીજી.વી.સી.એલ., હાઇવે ઓથોરિટી સહિતના વિવિધ વિભાગ દ્વારા વિવિધ સ્તરે કરવમાં આવેલી કામગીરીની માહિતી પૂરી પડાઈ હતી. આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, એ.સી.પી. જે.બી. ગઢવી, જે. વી.શાહ સહિત વિવિધ વિભાગના અધિકારી, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.