૧૯ નવદંપતીઓ પ્રભુતા પગલા પાડ્યા : સંતો મહંતો, સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
વેરાવળ તાલુકાના બીજ ગામે સમસ્ત કોળી સમાજનો ત્રીજાે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઉત્સવ નાનુંગોર બાપાની વાડી મેઇન રોડ ખાતે યોજાયો હતો. જેમાં ૧૯ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં દીકરીઓને ૫૦ જેટલી વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. સમાજમાં કુરિવાજાેને તિલાંજલી આપી સમાજમાં એક્તા સંગઠન શિક્ષણનો વ્યાપ વધે અને ખોટા ખર્ચાઓથી બચે તે માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી. એક જ પંગતમાં વિશાળ સંખ્યામાં લોકોએ ભોજન લીધું હતું. આ સમૂહ લગ્નમાં નવદંપતીને આર્શિવચન આપવા માટે પાઘેશ્વરી આશ્રમ મટાણાના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ, જૂનાગઢ ગીર-સોમનાથના યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, માજી ધારાસભ્ય પુજાભાઈ વંશ ઉના, આરએફઓ રસીલાબેન વાઢેળ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર, જીલ્લા પંચાયત સદસ્ય નાથાભાઈ વાજા, પ્રાચી કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ મેરામણભાઈ વાજા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઇ વાજા, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરૂભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ સોલંકી કોળી સેના પ્રમુખ, ગડુથી ચારીયા, રાજાભાઈ ચારીયા, વજુભાઈ વાજા, દેવાયતભાઈ મેર રામપરા, પ્રતાપભાઈ બામણીયા સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ, દેવાભાઈ ધારેચા, રમેશભાઈ કેશવાલા સહિતનાના સુત્રાપાડા તાલુકાના આગેવાનો, વેરાવળ તાલુકાના આગેવાનો, તાલાળા તાલુકાના આગેવાનો, કોડીનાર તાલુકાના આગેવાનો, ઉના તાલુકાના આગેવાનો સહિત બીજ ગામના આગેવાનોઓ સહિત તાલુકા પંચાયતના સદસ્યઓ તથા સરપંચઓ તથા ઉપસરપંચઓ તથા સામાજિક, શૈક્ષણિક, તજજ્ઞો, અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીજ ગામના આગેવાનો યુવાનો અને સમગ્ર ગામજનો હાજરી આપી અને ભાવભેર આ સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)