અખાત્રીજના દિવસે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે શરબત વિતરણ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૦
ભગવાન શ્રી સૂર્યનારાયણના ઉપવાસ નિમિત્તે અખાત્રીજના દિવસે જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે જૂનાગઢ એસટી વિભાગ કાઠી સમાજના કર્મચારીઓ દ્વારા કર્મચારી મંડળના પ્રમુખ ગભરૂભાઈ લાલુના અધ્યક્ષ સ્થાને શરબત વિતરણથી સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સવારે ભગવાન સુર્યનારાયણની આ પુજા અર્ચના આરતી કરવામાં આવી હતી અને બાદ જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે આવતા જતા મુસાફર અને આમ જનતાને શરબત પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર કરમટા તથા કર્મચારી મંડળના મહામંત્રી દિલીપભાઇ રવિયા ખાશ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ ડેપોના કાઠી સમાજના તમામ કર્મચારીઓ અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


