ઈરાનના મિસાઈલ હુમલામાં ઈઝરાયલના કેમીકલ પ્લાન્ટનો નાશ

ઈરાનના મિસાઈલ હુમલામાં ઈઝરાયલના કેમીકલ પ્લાન્ટનો નાશ

(એજન્સી)     તેલઅવિવ,તા.૩૦:
ઈરાન-ઈઝરાયેલ અમેરિકા વચ્ચે ચાલી રહ્યું યુદ્ધ હવે દિવસેને દિવસે વધુ ભયંકર થતું જાય છે. યુદ્ધનો અંત લાવવાની વાતચીત વચ્ચે ઈરાન અને ઈઝરાયેલ બંનેએ  એકબીજા પર ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાને દક્ષિણી ઈઝરાયેલમાં રવિવારે એક કેમિકલ પ્લાન્ટ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલા બાદ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. જેનાથી વિસ્તારમાં ગેસ ગળતરનું મોટું જોખમ પેદા થયું છે. જ્યારે ઈઝરાયેલે પણ રવિવારે વહેલી સવારે ઈરાન પર ભારે હુમલા કર્યા હતા.
પશ્ચિમ એશિયામાં યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. ૨૮ ફેબ્રુઆરીના રોજ, અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાન પર મોટો હુમલો કર્યો, અને ત્યારથી, બંને બાજુથી મિસાઇલો અને ડ્રોનનો સતત હુમલો થઈ રહ્યો છે. રવિવારે, આ સંઘર્ષે એક નવો અને ખતરનાક વળાંક લીધો જ્યારે ઇરાની બેલિસ્ટિક મિસાઇલનો ટુકડો દક્ષિણ ઇઝરાયલમાં એક રાસાયણિક ફેક્ટરી પર અથડાયો, જેનાથી ભીષણ આગ લાગી હતી.