ખંભાળિયામાં બે આખલાઓના મલ્લ યુદ્ધથી લોકો ભયભીત થયા

ખંભાળિયામાં બે આખલાઓના મલ્લ યુદ્ધથી લોકો ભયભીત થયા

(પ્રતિનિધિ દ્વારા) જામ ખંભાળિયા તા.૧૯
ખંભાળિયાની મેઈન બજારમાં આવેલી શાકમાર્કેટ નજીક બે મજબૂત આખલાઓ બાખડ્યા હતા. લાંબો સમય ચાલેલા આ આખલાઓના મલ્લ યુદ્ધથી આસપાસના વેપારીઓ તેમજ રાહદારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી હતી. આ આખલાઓ કોઈને ઇજા ન પહોંચાડે અને વાહનોને અડફેટે ન લ્યે તે માટે વેપારીઓ, સ્થાનિકોએ તેઓને છોડાવવા પાણીનો મારો ચલાવવા તથા ફટાકડા ફોડવા જેવી નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. અહીંની મેઈન બજાર વિસ્તારમાં અવારનવાર બનતા આવા બનાવોથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.