હાથલા શનિદેવ મંદિરે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા

હાથલા શનિદેવ મંદિરે ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા

પોરબંદર તા. ૧૬
ભારતમાં શનિદેવના બે મંદિર ખાસ મનાય છે. એક શીંગળા શનિદેવ અને બીજું દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ હાથલા ખાતેનું શનિદેવ મંદિર આ મંદિર ખુબ પ્રાચીન હોવાનું જણાય છે. આ મંદિર પુરાતત્વ ખાતાની અંડરમાં આવેલ છે. આજે શનિજયંતિ અનુસંધાને ગઈરાત્રીથી જ આ મંદિરે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડેલ છે અને રાત્રે ૧ર કલાકેથી જ દર્શન માટે લાઈનો લગાવી દીધેલ છે. અંદાજે પોણો કિલોમીટરની શ્રધ્ધાળુઓની લાઈન લાગેલ છે. અહી શનિદેવ મંદિરમાં શનિદેવ સાથોસાથ કાલભૈરવ, પનોતી અઢી વર્ષ, પનોતી સાડા સાત વર્ષ, સિંદુર ચઢાવેલ અલગ-અલગ મૂર્તિઓ આવેલ છે.
આખા દેશમાંથી તેમજ વિદેશમાંથી પણ અહીં પનોતી ઉતારવા માટે દર્શન કરવા આવે છે. મોટા-મોટા નેતાઓ પણ અહી દર્શન કરી ધન્યતા અનુભવે છે.