ચૌટા ચેક પોસ્ટ પરથી મીઠાપુર અને ઉપલેટાના બે ઈસમો પ્રતીબંધિત ગોગો સ્ટીક સાથે ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૬
પોરબંદર શહેરમાં જિલ્લામાં પોલીસ દ્વારા ગોગો પેપર તથા અન્ય નશાકારક વસ્તુનું વેચાણ, હેરાફેરીને અટકાવવા અને વેચાણ કારક શખ્શો સામે કડક કાર્યવાહી કરવા ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ જે અન્વયે ગઈકાલે કુતિયાણા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ચૌટા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમાં મીઠાપુર અને ઉપલેટા ના બે શખ્સો પાસેથી પ્રતિબંધીત ગોગોસ્ટીક નંગ ૨૬૩ મળી આવતા તેઓની સામે બી.એન. એસ. કલમ -૨૨૩,૫૪ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ. રાજ્યને નશામુક્ત બનાવવી નેમ અંતર્ગત ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા તા.૧૬-૧૨-૨૦૨૫ના રોજ નશાકારક વસ્તુ ગોગો પેપર, સ્મોકિંગ કોન સહિત ના નશા યુક્ત વસ્તુ પાન ગલ્લા,ચાની કેબિનો તેમજ અન્ય દુકાનો કે ક્યાંય પણ વેચાણ કે તેની હેરાફેરી થતી હોય તેના પર પ્રતિબંધિત લાદવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે જાહેરનામાં અન્વયે જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહા નિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા નાઓએ જિલ્લામા આ પ્રકારના કેસો શોધીને આવા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવેલ. જે અન્વયે ધ્રુવલ સી.સુતરીયા નાયબ પોલીસ અધિક્ષક રાણાવાવ ડીવીજન વિભાગના ઓએ ઉપરોક્ત વિગતોના જાહેર નામા ભંગના કેસો શોધવાની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ગઈકાલના રોજ કુતિયાણા પોલીસ દ્વારા કુતિયાણા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના માણસોએ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંના ચૌટા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ. આ ચેકીંગ દરમિયાન નઈમ સલીમભાઈ કાદરી, ધંધો.મજુરી રહે.મીઠાપુર આરંભડા, ચીખલી તળાવ પાસે તા.ઓખા જી.દેવભૂમિ દ્રારકા તથા શાફીરભાઈ કાદરભાઈ ચૌટલીયા ધંધો.વેપાર રહે.ઉપલેટા અમનનગર સ્મશાન રોડ તા.ઉપલેટા પાસેથી પ્રતિબંધીત ગોગો સ્ટીક નંગ-૨૬૩ કિ.રૂા.૩૯૪૫/- મળી આવતા મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ અને બન્ને ઈસમો વિરૂધ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં બી. એન.એસ.કલમ -૨૨૩,૫૪ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ કામગીરી કરનાર અધિ./કર્મચારીઓમાં પોલીસે ઇન્સ્પેકટર એમ.ડી.વાળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય.એસ.વાળા તથા એ.એચ.જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાબ હુસેનભાઈ તથા ભરત ભોજાભાઈ તથા વિજય ખીમાણંદભાઈ તથા અશ્વિન વેજાભાઇ વિગેરે રોકાયેલ હતા.


