વસંતપંચમી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગુલાબ અને ઓકિર્ડના ફુલોનો દિવ્ય શણગાર
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૩
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી નિમિત્તે તા.૨૩-૦૧-૨૦૨૬ને શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા ગુલાબ અને ઓકિર્ડના ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા છે. શિક્ષાપત્રી ધરાવવામાં આવી છે. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. અહિંસા આદિક સદાચાર, તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહા સુખિયા થાય છે. શિક્ષાપત્રી જયંતી એવં વસંત પંચમીની શા. હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી તરફથી હાદિર્ક શુભકામનાઓ. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં ૧૫થી ૨૦ દિવસની મહેનતે ૧૦-૧૫ કારીગરોએ બનાવ્યા છે. ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર ૨ સંતો, પાર્ષદ અને ભક્તોને કરતાં અંદાજે ૪ કલાક જેટલો સમય લાગ્યો હતો.


