જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ૨૬મો સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
૬૦૦ વિદ્યાર્થીઓનું સન્માન તથા થેલેસેમિયા દર્દીઓ માટે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧પ
જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવી ઊર્જા તથા આત્મવિશ્વાસ જગાવવા માટે દર વર્ષની પરંપરા મુજબ તા.૧૩-૯-૨૦૨૬ના રોજ લોઢીયા વાડી, જૂનાગઢ ખાતે ૨૬મો સર્વજ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત અંધ કન્યા છાત્રાલયની દીકરીઓ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પવિત્ર શ્લોકોના પઠન સાથે કરવામાં આવી હતી. દીકરીઓના સુંદર પઠનથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક તથા પ્રેરણાદાયી બની ગયું હતું. ત્યારબાદ જૂનાગઢના ઉદ્યોગપતિ પ્રવીણાબેન ગીરીશભાઈ ચોકસી, લોઢીયા વાડીના પ્રમુખ કિરીટભાઈ રાણીંગા તથા મંગલમૂતિર્ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ધીરૂભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતા પ્રેરણાદાયી સંદેશો આપ્યા હતા. આ સરસ્વતી સન્માન સમારોહમાં જૂનાગઢ શહેરના ધોરણ ૮ થી ૧૨ના આશરે ૬૦૦ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ તાળીઓના ગડગડાટ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ વિદ્યાર્થીઓ અને યુવાનોને સંબોધતા શિક્ષણ સાથે સંસ્કાર અને સારા જીવનમૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સેવાભાવી લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી થેલેસેમિયા સહિતના દર્દીઓ માટે અમૂલ્ય માનવસેવામાં યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સ્વામિનારાયણ ગુરૂકુળ, જૂનાગઢના સુરેશભાઈ મોણપરા તથા ડો. સુભાષ આર્ય કન્યા વિદ્યાલયના વિજય એચ. શેલારકાનું પણ વિશિષ્ટ સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જૂનાગઢના અગ્રણી મહાનુભાવો અને સેવાભાવી આગેવાનો કે.ડી. પંડ્યા, ડો. કેતનભાઈ ગઢીયા, યતીનભાઈ કારીયા, ઈકબાલભાઈ મારફતિયા, બાબુભાઈ લાઠીયા, ગીરીશભાઈ આડતીયા, વિજયભાઈ મિસરાણી, નાગભાઈ વાળા, દાદુભાઈ કનારા, અભયભાઈ ચોકસી, આશિષભાઈ રાવલ, રાજેશભાઈ લાલચેતા, સમીરભાઈ દતાણી, કિશોરભાઈ ચોટલીયા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, મનોજભાઈ જોશી, અમુભાઈ પાનસુરીયા, મુકેશગીરી મેઘનાથી, બટુક બાપુ, જગદીશભાઈ વસાવડા, સુશીલાબેન શાહ, દયાબેન માણેક, જયાબેન પરમાર, ચેતનાબેન પંડ્યા, હેમાબેન રૂપારેલિયા, ભારતીબેન દેવાણી, જયશ્રીબેન વેકરીયા, જયશ્રીબેન ગાલોરીયા, પુષ્પાબેન પરમાર, કિરણબેન સોલંકી, લીનાબેન ખખર, મુકુંદભાઈ પુરોહિત, નરેન્દ્રભાઈ દવે, ચેતનાબેન મિસરાણી, સરોજબેન ઠાકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના અમૂલ્ય સમયની હાજરીથી કાર્યક્રમની શોભા વધારી હતી.


