‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગુમ થયેલ કે, પડી કે, ખોવાઇ ગયેલ સોનાનો સાડા ત્રણ તોલાનો સેટ શોધી મુળ માલીકને પરત કરતી ગીર સોમનાથ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.રપ
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જીલ્લામાં જાહેર જનતાના કીમતી ચીજવસ્તુઓ ગુમ થવાના કે, પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો બનતા હોય જે અંગે જરૂરી કાર્યવાહી કરવાની સુચના કરેલ હોય. પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે. વણારકાની રાહબરી હેઠળ એલ.સી.બી. પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ તથા પો.હેડ કોન્સ. કરણસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. પિયુષભાઇ બારડ સોમનાથ મંદીર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અરજદાર કલ્પેશભાઈ કાન્તીભાઇ ઉનડકટ રહે.જશાપર તા.જામકંડોરણા જી.રાજકોટ વાળા તા.૨૨/૧૧/૨૦૨૬ના રોજ ૧૧-૦૦ થી ૧૨-૦૦ સમય દરમ્યાન પોતાના ધર્મપત્ની સાથે સોમનાથ ભોજનાલયમાંથી બહાર નિકળી રીક્ષા મારફતે ગૌસ્વામી અતિથિગૃહ તરફ જવા રીક્ષામાં બેસેલ અને આ અતિથિગૃહ પાસે ઉતરીને તેઓ ચાલ્યા ગયેલ બાદ તેઓને યાદ આવેલ કે રીક્ષામાં તેઓ પોતાનું પર્સ ભુલી ગયેલ જેમાં અંદાજે રૂા.૪૦,૦૦૦/- તથા અંદાજે એક તોલાનું સોનાનું મંગલસુત્ર જેની અંદાજિત કી.રૂા.૧,૦૦,૦૦૦/- હોય જેથી તેઓએ આ રીક્ષાવાળાની શોધખોળ કરતા આ રીક્ષાવાળો મળેલ નહી જેથી તેઓને પોલીસનો સંપર્ક સાધતા એલ.સી.બી. સ્ટાફને સદર પર્સ ભુલાઇ ગયેલની માહીતી મળતા તુરતજ સી.સી.ટી.વી. તથા નેત્રમ તથા હ્યુમન સોર્સીસની મદદ લઇ આ અરજદારનું ખોવાયેલ પર્સ રોકડ રકમ રૂા.૪૦,૦૦૦/-તથા સોનાના મંગલસુત્ર સાથે શોધી કાઢી મુળ માલીકને પરત સોંપી આપી "પોલીસ પ્રજાનો મિત્ર" હોવાનું સાર્થક કરેલ છે. તેમજ પ્રશંનિય કામગીરી કરેલ છે.


