ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વોરંટ જાહેર
ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા 2018ના કેસ પર ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે. 2018માં અમદાવાદના નિકોલમાં PAASના આંદોલન વખતે હાર્દિક પટેલ સાહિત અન્ય આગેવાનો પર ગુનો નોંધાયો હતો. એ ગુનાના કેસની કોર્ટ મુદતમાં વારંવાર ગેરહાજર રહેવાથી કોર્ટ દ્વારા વોરંટ જાહેર કર્યું છે. જોકે જયારે વોરંટ જાહેર થયું ત્યારે હાર્દિક પટેલ વિધાનસભા હાજર હતા.


