રાજકોટ શહેરમાં ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું ભવ્ય આયોજન
૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલા શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે યોજાશે એક્ઝિબિશન, ૭૦ જેટલાં સ્ટોલ ઉભા કરાશે : એક્ઝિબિશનમાં પધારી મહિલા વેપારીઓને સહયોગ આપવા સૌને જાહેર આમંત્રણ
(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.૧૮
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટશહેર દ્વારા બે દિવસીય એક્ઝિબિશન અને સેલનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ એક્ઝિબિશન કમ સેલ યોજાશે. આવતીકાલ તારીખ ૧૯ થી ૨૦ સપ્ટેમ્બરના રોજ રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આસ્થા સોસાયટીના ગેટની અંદર આવેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે આ એક્ઝિબિશન અને સેલનું આયોજન કરાયું છે. જેમાં મહિલા દ્વારા વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા મહિલા ઉત્થાનના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા જ એક ઉમદા હેતુ સાથે મહિલાઓની આવકમાં વધારો થાય અને તેઓ આર્થિક રીતે પગભર બની શકે તેવા ઉદ્દેશથી આગામી તારીખ ૧૯ સપ્ટેમ્બર અને૨૦ સપ્ટેમ્બર (શનિવાર અને રવિવાર)ના રોજસવારે ૮ થી સાંજના ૭ વાગ્યા સુધી રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આસ્થા સોસાયટીના ગેટની અંદર આવેલા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેર દ્વારા વિવિધ વસ્તુઓનું એક્ઝિબિશન અને સેલનું ભવ્ય આયોજન કરાયું છે. આ એક્ઝિબિશન અને સેલમાં ૭૦થી વધુ સ્ટોલ રહેશે. તમામ સ્ટોલનું સંચાલન મહિલા વેપારીઓ દ્વારા જ કરવામાં આવશે.
આ એક્ઝિબિશનમાં લેડીઝ ગારમેન્ટ, ચિલ્ડ્રન ગારમેન્ટ, હેન્ડલુમ આઈટમ, રમકડાં, હર્બલ પ્રોડક્ટ, ઈમિટેશન જ્વેલરી, હેન્ડબેગ, ફૂટવેર, કિચનવેર આઈટમ, નવરાત્રિ કલેક્શન, આર્ટ એન્ડ ક્રાફ્ટ આઈટમ, હોઝિયરી આઈટમ,લાઈવ ફૂડ વગેરે વસ્તુના ૭૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. ત્યારે આ બે દિવસીય એક્ઝિબિશન કમ સેલમાં પધારવા રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાંથી સૌને આમંત્રણ પાઠવાયું છે.


