(ભાગેડુ) લગ્ન નોંધણીના નિયમો બદલાશે : આજે વિધાનસભામાં જાહેરાત થશે

લગ્ન નોંધણી પહેલા માતા-પિતા-વાલીને અગાઉથી જાણ કરવી ફરજીયાત બનાવાશે : મેરેજ સર્ટીફીકેટ ૪૦ દિવસે મળશે

(ભાગેડુ) લગ્ન નોંધણીના નિયમો બદલાશે : આજે વિધાનસભામાં જાહેરાત થશે

(બ્યુરો)        અમદાવાદ તા.૨૦:
ગુજરાત માટે આજનો દિવસ મહત્વનો બની રહેશે. કારણ કે, લગ્ન નોંધણીના નવા નિયમો અંગે ગાંધીનગરથી આજે મોટી જાહેરાત થવાની છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી આજે અગત્યની જાહેરાત કરવાના છે. જાહેર અગત્યની બાબત પર નિયમ ૪૪ હેઠળ નાયબ મુખ્યમંત્રી ગૃહમાં જાહેરાત કરશે. જેમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારો જાહેર કરાશે. તેમજ લગ્ન નોંધણીમા માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો બની શકે છે.
આજે વિધાનસભામાં આ અંગેનો એક પ્રસ્તાવ રજુ થશે જેમાં લગ્ન નોંધણી સર્ટીફિકેટમાં માતા-પિતાની સંમતી નોંધણી સમયે ફકત કચેરીઓજ જે નોટીસ લગાડવામાં આવે છે તેના બદલે માતા-પિતા કે વાલીને પણ અગાઉથી જાણ કરવાનું ફરજીયાત બનાવવામાં આવી છે. અરજી કર્યાના ૪૦માં દિવસે મેરેજ સટિર્ફિકેટ મળશે. 
ભાગેડુ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને પાટીદાર આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યો છે. માતા-પિતાને એક મહિનાની મુદત અને જરૂરી કાયદામાં સુધારો સહિતના મુદ્દા ઉપર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી માત્ર પાટીદાર નહીં, પરંતું દરેક સમાજને ફાયદો થશે.
નવા નિયમો હેઠળ કન્યા અને વરરાજા સાથે રહેલા સાક્ષીઓની સંપૂર્ણ માહિતી, તેમના ફોટોગ્રાફ અને આધાર કાર્ડની નકલ આપવી ફરજિયાત બનાવવામાં આવી છે. કોર્ટમાં સરકાર આધારિત નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં પ્રેમ લગ્નોની નોંધણી માટે અલગ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની પણ તૈયારીમાં છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય તેવી બને.
હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે લગ્ન પછી દહેજ અથવા મિલકતના મુદ્દે યુવતીને હેરાન કરવામાં આવશે તો તેવા કેસોમાં ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરશે. સરકારનો હેતુ યુવતીઓની સુરક્ષા અને કાયદાકીય રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ સુધારા રજૂ થતાં ગૃહમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની સંભાવના છે.
ગુજરાત વિધાનસભામાં નિયમ ૪૪ હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાત ઇીખ્તૈજંટ્ઠિંર્ૈહ ર્ક સ્ટ્ઠિિૈટ્ઠખ્તીજ ઇેઙ્મીજ હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો ર્નિણય કર્યો છે. આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા-સૂચનો માંગવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે, જેથી લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુગમ બને.