સાળંગપુરધામ ખાતે ICC ચેરમેન જયભાઈ શાહે કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

સાળંગપુરધામ ખાતે ICC ચેરમેન જયભાઈ શાહે કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

સાળંગપુર તા. ૧ર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે તા.૧૧-૦૨-૨૦૨૬, બુધવારના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના  ચેરમેન શ્રી જયભાઈ શાહે સહપરિવાર સાથે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શનાર્થે પધાર્યા હતા.  તેઓએ દાદાના દરબારમાં શીશ ઝુકાવી, પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે તેઓએસુપુત્રની પેંડા અને સુખડીથી તુલા કરી હતી, દાદાને ધજા અર્પણ કરી મંગલ આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં સંતો દ્વારા શ્રી જયભાઈ શાહનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી (અથાણાવાળા) એવંપૂજ્ય શ્રી શુકદેવ સ્વામી  (શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ-ગોકુલધામ નાર)વગેરે સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. સંતોએ તેમને રાષ્ટ્ર અને રમતજગતની પ્રગતિ માટે આશીર્વાદ પાઠવ્યા હતા.