વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડના પ્રવાસે રવાના

વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલીયા ન્યુઝીલેન્ડના પ્રવાસે રવાના

(એજન્સી)             જકાર્તા તા.06
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્ડોનેશિયાના પ્રવાસે રવાના થયા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મુલાકાત કરશે અને પ્રમ્બાનન મંદિરની પણ મુલાકાત લેશે, જે ઇન્ડોનેશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ છે. આ સાથે જ રાષ્ટ્રપતિ સુબિયાંતો સાથેની દ્વિપક્ષીય બેઠકમાં લગભગ રૂા.2,500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ડીલ પર મહોર લાગવાની સંભાવના છે. આ ઉપરાંત, સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, વેપાર, રોકાણ, ડિજિટલ સહયોગ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. બંને નેતાઓ અનેક દ્વિપપક્ષીય કરારો પર હસ્તાક્ષર પણ કરી શકે છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ, વેપાર, કનેક્ટિવિટી અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ સતત વધ્યો છે.